Loading, please wait...

deepmodh

મનની અસર શરીર પડે?

તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારું મન ઉદાસ હોય, તમે કોઇ વાતે ડિસ્ટર્બ હોવ, તમને કંઇ ગમતું ન હોય ત્યારે તમારા શરીરમાંથી પણ એનર્જી ઓછી થઇ ગઇ છે?

એક પાવલ્લોવ નામનાં વૈજ્ઞાનિકને એવો સવાલ થયો કે મન ડિસ્ટર્બ હોય ત્યારે એની અસર મન પર કેવી રીતે પડે? શરીરની અંદર રહેલા હોર્મોન્સ પર પડતી મનની અસર જોવા માટે એણે કેટલાક મશીનો અને સ્ક્રીન ગોઠવ્યા. એ પછી એ એક બિલાડી લઇ આવ્યો અને એને રૂમમાં બાંધી દીધી. સ્ક્રીન પર એ બિલાડીને જોવા માંડ્યો.

સૌથી પહેલા તો રૂમમાં એકલી બિલાડીએ આજુબાજુ જોયું અને ખૂણામાં બેસી ગઇ. અત્યાર સુધી મશીન પર એનાં હોર્મોન્સ નોર્મલ દેખાતા હતા. એ પછી એણે બિલાડીને ભાવતું ભોજન રૂમમાં મૂક્યું. બિલાડી ભોજનને જોઇને ખુશ થઇ ગઇ-એનાં હોર્મોન્સમાં ફર્ક નોંધાયો. હવે એણે ભોજન સુધી પહોંચવાની કોશિષ કરી-પણ પહોંચી શકી નહીં. વળી એનાં હોર્મોન્સમાં ફર્ક દેખાયો. એ પછી રૂમમાં મૂકેલી થાળી હટાવી લેવાઇ…અને બિલાડી ઉદાસ થઇ ગઇ-ફરી એનાં હોર્મોન્સમાં ફેરફાર નોંધાયો. એ પછી એ રૂમમાં એક કૂતરાને લઇ જવાયો. બિલાડી ડરી ગઇ. ફરી એનાં હોર્મોન્સમાં ફેરફાર નોંધાયો.

દરેક વખતે એનાં મનની અસર એનાં હોર્મોન્સ પર પડી અને હોર્મોન્સ મારફતે એનાં શરીર પર પણ !!

માણસો સાથે પણ આવું જ થાય છે. જ્યારે તમે ડરેલા હોવ-ગભરાયેલા હોવ ત્યારે ક્યાંતો તમારી ભૂખ ઓછી થઇ જાય છે અને ક્યાંતો તમારી ભૂખ વધી જાય છે. ક્યાં તો તમારી પાચનશક્તિ મંદ પડી જાય એવું પણ બને. જ્યારે ઉદાસ હોવ છો ત્યારે એની અસર તમારા શરીરનાં અવયવોની કાર્યક્ષમતા પર પણ પડે છે અને એને કારણે શરીર માંદુ પડે છે.

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે. આપણું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ અગત્યનું છે, જેટલું અગત્યનું આપણું શારીરિક સ્વાસ્થ્ય છે. આપણે આપણાં માનસિક સ્વાસ્થ્ય વિશે થોડા સજાગ થવાની જરૂર છે. જેવી રીતે આપણાં શરીરમાં આવતા બદલાવને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ એવી જ રીતે મનમાં આવતા બદલાવને ઓળખવાનો પ્રયત્ન પણ કરવો જોઇએ.

જો તમે ડિસ્ટર્બ હોવ, સ્ટ્રેસમાં હોવ તો ક્યાં તો એનું કારણ કોઇની સાથે શેર કરો. જો કોઇની સાથે શેર ન કરવા માંગતા હોવ તો એક ડાયરીમાં એ લખી લો. જ્યારે તમે કાગળ પર એ લખી નાંખો છો ત્યારે મનમાંથી એ વાતને ડિલીટ કરવામાં મદદ મળે છે.

જો તમે કોઇ એક ઘટનામાંથી લાંબો સમય સુધી બહાર ન આવો તો તમારે એ વાત તમારા ડોક્ટર સાથે શેર કરવી જરૂરી છે. તમારા ડોક્ટર તમને એમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર આપ સૌને ખાસ અપીલ કરવી છે કે-તમે તમારા શારીરિક સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખો છો, શારીરિક ફિટનેસ પર જેટલું ફોકસ કરો છો એટલું જ ધ્યાન મનનું પણ રાખો અને મેન્ટલ ફિટનેસ પર પણ ફોકસ કરો.

-ડો.દિપ મોઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *